Friday, May 22, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiલજાઈ ચોકડી પાસે હાઇવે પર દારૂડિયો જોખમી હાલતમાં સૂતો, વીડિયો વાયરલ

લજાઈ ચોકડી પાસે હાઇવે પર દારૂડિયો જોખમી હાલતમાં સૂતો, વીડિયો વાયરલ

મોરબી : રાજકોટ-મોરબી હાઇવે પર સતત વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. ત્યારે ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે આવેલી ગ્રીન વેલી સ્કૂલની સામે 1 શખ્સ દારૂના નશામાં ચૂર થઈને હાઇવેની સાઇડમાં બિલકુલ જોખમી રીતે આરામની મુદ્રામાં સૂતેલો જોવા મળ્યો હતો. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.

હાઇવે પરથી વાહનો પૂરપાટ ઝડપે પસાર થતા હોય છે. આવા સમયે જો આ નશામાં ધૂત શખ્સ પર કોઈ વાહન ફરી વળે અને ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની? તેવો સવાલ ઉભો થયો છે. દારૂડિયાને પોતાના જીવનું તો કોઈ ભાન નથી, પરંતુ તેના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

વીડિયોમાં દ્રશ્યમાન થતી સ્થિતિ મુજબ, દારૂબંધી હોવા છતાં દારૂનું પ્રમાણ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. દારૂનું વેચાણ કરનારાઓ બાદ હવે દારૂડિયાઓને પણ જાણે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય અને કાયદાનો કોઈ ખોફ ન હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટ દેખાય છે. ત્યારે પોલીસ દ્વારા આવા શખ્સો સામે કડક કાર્યવાહી કરી બંધ બેસતો દાખલો બેસાડવામાં આવે તેવી લોકોમાં પ્રબળ માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments