Saturday, May 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીની સિવિલ હોસ્પિટલમાં રક્તની ખૂબ જ જરૂરીયાત હોવાથી મોટી સંખ્યામાં લોકોને રક્તદાન...

મોરબીની સિવિલ હોસ્પિટલમાં રક્તની ખૂબ જ જરૂરીયાત હોવાથી મોટી સંખ્યામાં લોકોને રક્તદાન કરવા આહવાન

મોરબી: મોરબી સિવિલ હોસ્પીટલ જિલ્લા કક્ષાની સૌથી મોટી હોવાથી જિલ્લાભરમાંથી હજારો ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય પણ હમણાંથી આ સિવિલ હોસ્પિટલમાં રક્ત એટલે લોહીની મોટી ઉણપ સામે આવી છે. સિવિલ હોસ્પિટલમાં રક્તની અછતને કારણે જો કોઈ ગંભીર અકસ્માતમાં ઇજાગ્રસ્ત કે ઇમરજન્સી દર્દીઓ આવે તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ થઈ પડે એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે અને સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતાઓ તેમજ થેલેસેમિયા કે અન્ય દર્દીઓને પણ લોહી ચડાવવાની જરૂર પડતી હોય પણ લોહીની બોટલની ખૂબજ શોર્ટેજ હોય ગરિબ દર્દીઓને લોહી મળવું કપરું બની ગયું છે. આવા દર્દીઓને લોહીની જરૂરત પુરી પાડવા છેલ્લી ઘડીએ દોડાદોડી ન.કરવી પડે તે માટે તમામ લોકોને દિલીપ દલસાણીયા (યંગ ઈન્ડિયા ગ્રૂપ, મો. ૮૦૦૦૮૨૭૫૭૭) એ વધુમાં વધુ લોકો મોરબી સિવિલ ખાતે રક્તદાન કરી અને બ્લડ બેન્કને ફુલ કરી આપે તેવી નમ્ર અપીલ કરી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments