Monday, May 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના ભાજપ અગ્રણી અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ

મોરબીના ભાજપ અગ્રણી અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ

મોરબી : ભાજપ અગ્રણી અને ઉદ્યોગપતિ અરવિંદભાઈ બારૈયાનો આજે જન્મદિવસ હોઈ સામાજિક, રાજકીય તેમજ વ્યાવસાયિક ક્ષેત્રના અગ્રણીઓ અને તેમના હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે. તેમના મોબાઈલ નંબર 9825212817 પર દિવસભર શુભેચ્છા સંદેશાઓ પાઠવવામાં આવી રહ્યા છે.

અરવિંદભાઈ બારૈયા લાંબા સમયથી સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રહી અનેક લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહ્યા છે. તેઓ ખાસ કરીને ધાર્મિક અને સામાજિક આયોજનોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોરબીમાં યોજાતા ભવ્ય ગણેશ મહોત્સવના તેઓ મુખ્ય આયોજક તરીકે ઓળખાય છે અને “સિદ્ધિ વિનાયક કા રાજા” મહોત્સવને સફળ બનાવવામાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. સામાજિક ક્ષેત્રે પણ તેઓ સક્રિય રહી ટંકારા ઉમિયા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે. સમાજમાં સહકાર અને એકતાની ભાવના મજબૂત બને તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે.

વ્યવસાય ક્ષેત્રે પણ અરવિંદભાઈ બારૈયાએ આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ કેશવ પાર્ટી પ્લોટ, શિવ શક્તિ પાર્ટી પ્લોટ, ક્લાસિક પાર્ટી લાઉન્જ અને વિવાન્ટા પાર્ટી લોન્સ જેવા ભવ્ય પ્રસંગ સ્થળો સાથે સંકળાયેલા છે, જ્યાં લગ્ન અને વિવિધ સામાજિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ એડમિન વિટ્રિફાઇડ પ્રાઇવેટ લિમિટેડ, અટલ સોલાર, એક્ટિવ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ, એલાઇવ ગ્રેનાઇટો અને ACUTE સિરામિક સહિતના વિવિધ ઉદ્યોગો સાથે સંકળાયેલા સફળ ઉદ્યોગપતિ તરીકે પણ જાણીતા છે. તેમના જન્મદિવસ નિમિત્તે રાજકીય આગેવાનો, સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, મિત્રો તથા હિતેચ્છુઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી દીર્ઘાયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્યની કામનાઓ વ્યક્ત કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments