Friday, June 26, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી ITIની મુલાકાત લીધી

શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી ITIની મુલાકાત લીધી

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આજે શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા ‘ઔદ્યોગિક તાલીમ સંસ્થા’ (ITI) મોરબીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.

છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનોને ‘Skill India’ અભિયાન થકી આત્મનિર્ભર બનાવવાનો જે સંકલ્પ લીધો છે, તેનો જીવંત ચિતાર આજે મોરબી ITI ખાતે જોવા મળ્યો હતો. મોરબી જેવા પ્રગતિશીલ ઔધોગિક હબમાં ટેકનિકલ શિક્ષણ અને કૌશલ્ય વર્ધનના માધ્યમથી સ્થાનિક યુવાનો ‘વિકસિત ભારત @2047’ ના સપનાને સાકાર કરવા સજ્જ થઈ રહ્યા છે.

આ ભવ્ય મુલાકાત દરમિયાન મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સંસ્થાના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિવિધ ટ્રેડ્સની તાલીમ પદ્ધતિઓ નિહાળી હતી. આ સાથે જ તેમણે ભવિષ્યના કુશળ કારીગરો તેમજ યુવા તાલીમાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમનો ઉત્સાહ અનુભવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments