Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકે એક વર્ષમાં 3000 દર્દીઓની સારવારનો આંક...

મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકે એક વર્ષમાં 3000 દર્દીઓની સારવારનો આંક પાર કર્યો

મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકે એક વર્ષમાં 3000 દર્દીઓની સારવારનો આંક પાર કર્યો

મોરબી શહેરમાં શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા સંચાલિત શ્રી આર્યતેજ ફિઝિયોથેરાપી ક્લિનિક આવતી 26 જૂને તેની પ્રથમ વર્ષગાંઠ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. પ્રથમ વર્ષ દરમિયાન ક્લિનિકે 3000થી વધુ દર્દીઓને ફિઝિયોથેરાપી સારવાર આપીને મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

મોરબીનું આ પ્રથમ ટ્રસ્ટ આધારિત અને કોલેજ સંચાલિત ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જ્યાં શહેરમાં સૌથી ઓછી અને પરવડે તેવી ફીમાં ગુણવત્તાસભર ફિઝિયોથેરાપી સારવાર આપવામાં આવે છે. ક્લિનિકમાં કમર અને ગરદનનો દુખાવો, સાંધાની સમસ્યાઓ, સ્ટ્રોક, ન્યુરોલોજીકલ તકલીફો, સ્પોર્ટ્સ ઇન્જરી તથા અન્ય વિવિધ સમસ્યાઓ માટે સારવાર આપવામાં આવે છે.
ક્લિનિકની સ્થાપના અને વિકાસમાં શ્રી વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રસાદ ગોરિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમના માર્ગદર્શન અને સહયોગથી આ સેવા પ્રવૃત્તિ સફળતાપૂર્વક આગળ વધી રહી છે.

આ સિદ્ધિ પાછળ ડૉ. ખ્યાતિ પરમાર, ડૉ. હિરલ જાદવાણી, ડૉ. ધ્વનિ નિમાવત, ડૉ. પ્રાપ્તિ ગજેરા, ડૉ. શિવાની જીવાણી, ડૉ. પ્રતિક દેસાઈ, ડૉ. નિધિ વર્મોરા, ડૉ. ભક્તિ અંબાસણા તથા ડૉ. દિક્ષિતા વોરા દ્વારા આપવામાં આવેલી સેવાઓ અને યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
ક્લિનિક દ્વારા આગામી સમયમાં પણ મોરબીના નાગરિકોને સસ્તી, ગુણવત્તાસભર અને આધુનિક ફિઝિયોથેરાપી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments