મોરબી : મોરબીના જેતપર ગામે છેલ્લા 15 દિવસથી વીજ પોલના વિરોધમાં આમરણાંત ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે. આ શાંતિપૂર્ણ આંદોલનને અત્યાર સુધી અનેક સંગઠનો અને ખેડૂતોનું સમર્થન મળ્યું છે. ત્યારે આજે તારીખ 2 જુલાઈના રોજ આમરણાંત ઉપવાસના 15માં દિવસે વિવિધ 40થી વધુ ગામના ખેડૂતોએ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.
આજે જેતપર ખાતે વિવિધ ગામમાંથી ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠેલા ઉપવાસીઓને સમર્થન આપવા માટે પહોંચ્યા હતા અને આ આંદોલનને તેમને સંપૂર્ણ ટેકો હોવાનું જાહેર કર્યું હતું. હાલ વરસાદની સિઝન હોય જ્યાં ઉપવાસ આંદોલન ચાલું હતું ત્યાં વોટરપ્રુફ ડોમ નાખવાનું કામ આજે ચાલી રહ્યું છે. જેથી આજે ઉપવાસ છાવણીને એક દિવસ માટે રામવાડી ખાતે ખસેડવામાં આવી છે.














