મોરબી: રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના અયોધ્યાપુરી રોડ પર આવેલા જલારામ ધામ ખાતે યોજવામાં આવે છે. જે અંતર્ગત તા. 4-7-2026, શનિવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન એક્યુરેટ મેટલ્સ (હ. હિરેનભાઈ પોરીયા, લલીતભાઈ મારૂ, હિરેનભાઈ ટાંક) પરિવારના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર અને નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તપાસ બાદ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે દર્દીઓને રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તેમજ ત્યાં રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા અને ટીપા વગેરેની તમામ સુવિધાઓ સંસ્થા દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.
કેમ્પનો લાભ લેવા માટે કોઈ એડવાન્સ બુકિંગની આવશ્યકતા નથી, પરંતુ તપાસ માટે દર્દીએ પોતાનું આધાર કાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 57 માસ દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 15944 લોકોએ લાભ લીધો હતો અને 7318 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા છે.
વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી (9825082468), હરીશભાઈ રાજા(9879218415), નિર્મિત ભાઈ કક્કડ (9998880588) અથવા અનિલભાઈ સોમૈયા (8511060066) નો સંપર્ક કરવા જલારામ સેવા મંડળ-મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.










