Saturday, July 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiખેડૂત આંદોલનના સમર્થનમાં 10 ગામોના ખેડૂતો દ્વારા કાલે રેલી યોજાશે

ખેડૂત આંદોલનના સમર્થનમાં 10 ગામોના ખેડૂતો દ્વારા કાલે રેલી યોજાશે

મોરબી: જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને મજબૂત ટેકો આપવા માટે આસપાસના વિસ્તારોના ખેડૂતો દ્વારા કાલે તારીખ 4/7/2026 ને શનિવારના રોજ એક વિશાળ કાર, બાઈક અને ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ આંદોલનના સમર્થનમાં કુલ 10 ગામોની સંયુક્ત રેલી યોજાનાર છે. આ રેલી સાંજે 4:30 વાગ્યે જેતપર ખાતે પહોંચશે.

આ ભવ્ય રેલીમાં ખીરઈ, પંચવટી, વાઘરવા, માણાબા, વિજયનગર, સુલતાનપુર, વિશાલનગર, ભારતનગર, અર્જુનનગર અને ચીખલી સહિતના વિવિધ ગામડાઓના ખેડૂતો પોતાના વાહનો સાથે મોટી સંખ્યામાં જોડાવા હાંકલ કરવામાં આવી છે. “એકતા જ શક્તિ છે – ખેડૂતો એક થશે, તો જ હક્ક મળશે” ના નારા સાથે તમામ ખેડૂત ભાઈઓને આ રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે જાહેર અપીલ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments