Thursday, July 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiતેરા તુજકો અર્પણ' અભિયાનને હળવદ પોલીસની મોટી સફળતા

તેરા તુજકો અર્પણ’ અભિયાનને હળવદ પોલીસની મોટી સફળતા

CEIR પોર્ટલથી રૂ. 3.80 લાખના 19 ખોવાયેલા મોબાઇલ શોધી અસલ માલિકોને પરત અપાયા

ટેક્નોલોજીની મદદથી ખોવાયેલા મોબાઇલ ટ્રેસ કરી હળવદ પોલીસે સર્જ્યો વિશ્વાસ

પોલીસ પ્રજાની મિત્ર: ગુમ થયેલા મોબાઇલ પરત મળતાં અરજદારોમાં ખુશીની લાગણી

હળવદ : રાજ્ય સરકારના ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત CEIR (Central Equipment Identity Register) પોર્ટલના ઉપયોગથી હળવદ પોલીસે નોંધપાત્ર કામગીરી કરી છે. વિવિધ સ્થળોએ ખોવાયેલા કુલ 19 મોબાઇલ ફોન, જેની કુલ અંદાજિત કિંમત રૂ. 3,80,961 થાય છે, શોધી કાઢી તેમના અસલ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, રેન્જ આઈ.જી., ભુજ, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.એ. સારડાના માર્ગદર્શન હેઠળ CEIR પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનિટરિંગ અને ટેક્નિકલ વિશ્લેષણના આધારે મોબાઇલ ફોન ટ્રેસ કર્યા હતા.

પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસના સુપરવિઝન હેઠળ કરવામાં આવેલી કામગીરીમાં વિવિધ કંપનીઓના કુલ 19 મોબાઇલ ફોન રિકવર કરવામાં આવ્યા હતા. તમામ મોબાઇલ તેમના અસલ માલિકોને પરત આપવામાં આવતા અરજદારોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

હળવદ પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે મોબાઇલ ફોન ખોવાઈ જાય અથવા ચોરી થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી CEIR પોર્ટલ મારફતે ફરિયાદ નોંધાવે, જેથી ટેક્નોલોજીની મદદથી મોબાઇલ શોધી કાઢવાની કાર્યવાહી ઝડપથી થઈ શકે.

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments