મોરબી : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી કોટડા-નાયાણી રોડ પર એલસીબીની ટીમે ફિલ્મીઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી લીધી છે. જોકે પોલીસને જોઈને ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો.
એલસીબીની ટીમ વાંકાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે સફેદ કલરની કાર (GJ01RY 9981) માં ઈંગ્લીશ દારૂ ભરીને વાંકાનેર તરફ નીકળી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને કાર ચાલકે ગાડી ઉભી રાખવાને બદલે ફૂલ સ્પીડમાં કોટડા-નાયાણી તરફ ભગાવી હતી. પોલીસે પીછો કરતા ચાલક કોટડા-નાયાણી રોડ પર નદીના પટમાં ગાડી મૂકીને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે રૂ.3.10 લાખનો દારૂનો જથ્થો કબજે કર્યો છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત:
ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હિસ્કી 750 ML ની બોટલ નંગ-228 કિંમત: 1,28,820
ગ્રીન લેબલ બ્લેન્ડ વ્હિસ્કી 180 ML ની બોટલ નંગ-162 કિંમતઃ 24,000
8 PM રેર વ્હિસ્કી 750 ML ની બોટલ નંગ-240 કિંમત: 1,35,600
8 PM રેર વ્હિસ્કી 180 ML ની બોટલ નંગ-175 કિંમત: 22,000
ટાટા કાર (GJ01 RY 9981) કિંમત: 5,00,000
કુલ મુદ્દામાલ કિંમત: 8,10,420
આ કામગીરીમાં એલસીબીની ટીમ અને ટેકનિકલ ટીમ સામેલ હતી. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










