ઉમિયા સર્કલ પાસે સિમેન્ટ કામ પૂર્ણ થયા પછી કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયાએ જાત મહેનત કરી
મોરબી: મોરબીના ઉમિયા સર્કલ પાસે 2 દિવસ પહેલા પડેલા ખાડાનું રિપેરિંગ કામ વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયાએ સ્થળ પર હાજર રહીને પૂર્ણ કરાવ્યું હતું. સિમેન્ટનું પેચ વર્ક પૂર્ણ થયા બાદ તેની યોગ્ય સારસંભાળ અને સમયસર પાણી પાવું ખૂબ જ જરૂરી હોય છે, જેમાં કોર્પોરેટરની એક જાગૃત લોકપ્રતિનિધિ તરીકેની પ્રશંસનીય ભૂમિકા જોવા મળી હતી.
સિમેન્ટ કામ પૂર્ણ કરીને મજૂરો અન્ય કામે જતા રહ્યા હતા, પરંતુ પેચ વર્ક મજબૂત અને ટકાઉ બને તે માટે તેને પાણી પાવું અનિવાર્ય હતું. આ બાબતને ધ્યાને રાખીને વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર નવનીતભાઈ કુંડારીયાએ પોતે જાતે કેનાલમાંથી પાણીની ડોલ ભરીને, બરદાન રાખીને થયેલા કામ પર પાણી પાવાની જહેમત ઉઠાવી હતી. કોર્પોરેટરને આ પ્રકારે સેવાભાવ સાથે જાતે કામ કરતા જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ પણ તેમની મદદમાં જોડાયા હતા અને આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી










