Wednesday, July 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiશ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મહેન્દ્રનગર ખાતે આવતીકાલે નિઃશુલ્ક...

શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મહેન્દ્રનગર ખાતે આવતીકાલે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પ

શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, મોરબી દ્વારા સમાજસેવાના હેતુથી તા. 16 જુલાઈ, 2026 (ગુરુવાર) ના રોજ સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી ક્રાંતિ જ્યોત સોસાયટી, રામધન આશ્રમની સામે, મહેન્દ્રનગર, મોરબી ખાતે નિઃશુલ્ક હોમિયોપેથી આરોગ્ય તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં અનુભવી હોમિયોપેથીક તબીબો દ્વારા દર્દીઓનું નિઃશુલ્ક આરોગ્ય નિદાન, આરોગ્ય સંબંધિત માર્ગદર્શન તથા જરૂરિયાત મુજબ મફત હોમિયોપેથીક દવાઓનું વિતરણ કરવામાં આવશે.
આ કેમ્પ ખાસ કરીને બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ ઉંમરના નાગરિકો માટે ઉપયોગી રહેશે.

શ્રી આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા મોરબી તથા આસપાસના વિસ્તારના તમામ નાગરિકોને આ નિઃશુલ્ક આરોગ્ય સેવા કેમ્પનો લાભ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments