
મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર માળીયા નજીક સત્કાર હોટલ પાસે પગપાળા જઈ રહેલા અનિલ પુનસિંહ ભુરિયા ઉ.31 નામના યુવાનને જીજે – 12 – બીડબ્લ્યુ – 2915ના કન્ટેનર ટ્રક ચાલક લાભસિંગ લસમનસિંગ લબાણા રહે.ગુરુદાસપુર, પંજાબ નામના આરોપીએ ગફલતભરી રીતે પોતાનો ટ્રક ચલાવી કન્ટેનરને સ્લીપ કરતા અનિલને ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે મૃતકના ભાઈ નવીનભાઈ પુનસિંહ ભુરિયા રહે.ગાંધીધામ કચ્છ વાળાએ માળીયા પોલીસ મથકમાં કન્ટેનર ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.








