Sunday, May 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMaliya Miyanaસુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકમાં ફસાયેલા ચાલકનો જીવ બચાવતું...

સુરજબારી પુલ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રકમાં ફસાયેલા ચાલકનો જીવ બચાવતું મોરબી ફાયર બ્રિગેડ

મોરબી : મોરબી કચ્છ નેશનલ હાઇવે પર સુરજબારી પુલ પાસે રવિવારે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રકનો ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડ ટીમે ઓપરેશન રેસ્ક્યુ હાથ ધરી ટ્રક ચાલકનો જીવ બચાવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ રવિવારે વહેલી સવારે મોરબી કચ્છ હાઇવે પર સુરજબારી પુલ પાસે આવેલ દેવસોલ્ટ સામે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતા પોણા સાતેક વાગ્યાના અરસામાં મોરબી ફાયર બ્રિગેડને રેસ્ક્યુ કોલ મળ્યો હતો.આ અકસ્માતમાં એક ટ્રકની કેબિનમાં ટ્રક ચાલક ફસાઈ ગયો હોય ભારે વ્હેમત બાદ ફાયર ટીમે ટ્રક ચાલકને હેમખેમ બહાર કાઢી સારવાર માટે 108 મારફતે સુરજબારી પીએચસી સેન્ટર મોકલ્યો હતો.અકસ્માતને પગલે મોરબી – કચ્છ હાઇવે પર બન્ને તરફ સાતથી આઠ કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો હતો.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments