લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પમાં 200થી વધુ લોકોએ લીધો લાભ
મોરબી : શહેરના વોર્ડ નંબર 2માં આવેલ રોહીદાસપરામાં ગઈકાલના
રોજ રોહીદાસ બાપુજીના મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાખાભાઈ છગનભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં મેડિકલ કેમ્પનું તથા ફ્રી રોપા વિતરણનું સુંદર આયોજન કરવામાં આવેલું હતું.
આ મેડિકલ કેમ્પમાં મુખ્ય મહેમાન તરીકે સમાજ કલ્યાણ અધિકારી કે.એમ.છાસિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો લાભ રોહીદાસપરા વિસ્તારના અંદાજે 200થી વધુ લોકોએ લીધો હતો અને પોતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું.
આ આયોજનની ખાસિયત એ રહી હતી કે, મેડિકલ કેમ્પમાં ચેકઅપ કરાવવા આવતા તમામ દર્દીઓને જરૂરી દવાની સાથે-સાથે ‘પર્યાવરણ બચાવો’ની પહેલને ધ્યાનમાં રાખીને એક-એક વૃક્ષનો રોપો પણ મફત આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટની આ અનોખી પહેલને સ્થાનિક લોકોએ બિરદાવી હતી.











