Sunday, May 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારામાં યુથ કોંગ્રેસે મેલોડી ચોકલેટ વહેંચી મોંઘવારી- પેપર લીંક મુદ્દે કર્યો વિરોધ

ટંકારામાં યુથ કોંગ્રેસે મેલોડી ચોકલેટ વહેંચી મોંઘવારી- પેપર લીંક મુદ્દે કર્યો વિરોધ

લતીપર ચોકડી ખાતે યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ અને પ્રભારી નિખિલ દ્વિવેદીની આગેવાનીમાં પ્રદર્શન: આગામી સમયમાં મંત્રીઓના ઘેરાવની ચીમકી

મોરબી : મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા ટંકારાની લતીપર ચોકડી ખાતે પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ અને વારંવાર થતા પેપર લીકના વિરોધમાં એક અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં બજારમાં લોકોને ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને કેન્દ્ર સરકારની નીતિઓ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરો કટાક્ષ કરવામાં આવ્યો હતો. જો કે બાદમાં પોલીસ દ્વારા અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા.

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલ, ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદી અને મોરબી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન દુબરિયા,વસીમ પીપરવાડીયા (મન્સુરી),પ્રમુખશ્રી, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ
મિલન સોરીયા પ્રમુખશ્રી, ટંકારા પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ આગેવાનોએ બજારમાં ફરીને સામાન્ય નાગરિકોને મેલોડી ચોકલેટ આપીને મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દે જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ તકે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, નીટ પરીક્ષા રદ્દ થવાથી દેશના 24 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે. એક તરફ દેશમાં બેરોજ્ગારી અને મોંઘવારી છે, ત્યારે વડાપ્રધાન ઈટાલી જઈને ત્યાંના વડાપ્રધાન મેલોનીને મેલોડી ચોકલેટ ખવડાવવાનું કામ કરી રહ્યા છે. આના વિરોધમાં સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારાથી વિરોધ નોંધાવ્યો છે. વધુમાં તેમણે ચીમકી આપી હતી કે આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે, ચક્કાજામ કરાશે અને કેન્દ્રીય મંત્રીઓ જ્યારે ગુજરાત આવશે ત્યારે તેમનો રસ્તો રોકવામાં આવશે.

ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પ્રવિણસિંહ વણોલે આકરા પ્રહાર કરતા કહ્યું કે, રાજ્યમાં મોંઘવારી, ખેડૂતોની પાયમાલી અને યુવાનોની બેરોજગારી ચરમસીમાએ છે. લોકોને જગાડવા માટે મેલોડી ચોકલેટ આપીને પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો છે. જો સરકાર પ્રજાના પ્રશ્નો નહીં ઉકેલે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓના ઘરનો ઘેરાવ પણ કરવામાં આવશે તેવી ગર્ભિત ચેતવણી તેમણે આપી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments