Wednesday, August 19, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા...

મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીમાં જોડાવા અંગે

ગુજરાત રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા મોરબી જિલ્લામાં ખરીફ સિઝન ૨૦૨૬ માટે એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે. આ સર્વેની કામગીરી તા. ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી કરાશે. સર્વેની કામગીરી માટે જે તે ગામના VLE / VCE / ફાર્મર ફ્રેન્ડ તેમજ ગામના એન્ડ્રોઇડ મોબાઇલ અને મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ જાણતા વ્યક્તિઓને જોડાવા કૃષિ વિભાગ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

રસ ધરાવતા વ્યક્તિઓ સંબંધિત તાલુકા પંચાયતની ખેતીવાડી શાખા, તલાટી કમ-મંત્રી, ગ્રામ સેવક (ખેતી), વિસ્તરણ અધિકારી (ખેતી), ખેતી અધિકારી અથવા નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરીનો સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકે છે.જે ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવેલ છે, તેવા ખેડૂતો પોતાના એન્ડ્રોઇડ મોબાઇલમાં પોતાની ખેતીની જમીનનો પાક સર્વે જાતે કરી શકશે.

આ માટે ખેડૂતોએ પોતાના ગામના ગ્રામ સેવકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.સર્વે કામગીરી કરનાર સર્વેયરશ્રીઓને પૂર્ણ કરાયેલા દરેક સર્વે દીઠ રૂ. ૧૦/- નું મહેનતાણું ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધું તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.નાયબ ખેતી નિયામકશ્રી (વિ.) – મોરબી કચેરી દ્વારા મોરબી જિલ્લાના તમામ ખેડૂતો, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ ગ્રામજનોને એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે (DCS)ની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર આપવા નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)મોરબી દ્વારા અપીલ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments