Sunday, August 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઅમેરિકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામમાં બહેને મહાપ્રસાદ યોજી રક્ષાબંધન...

અમેરિકા રહેતા ભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામમાં બહેને મહાપ્રસાદ યોજી રક્ષાબંધન ઉજવી

વીડિયો કોલથી ભાઈને જલારામ બાપાના દર્શન કરાવ્યા: પરિવારજનોની ઉપસ્થિતિમાં સદાવ્રતમાં અનોખો સેવાયજ્ઞ

મોરબી ડેઈલી : મોરબીના જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજેસદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત મોરબીના લેઉઆ પાટીદાર સમાજના અગ્રણી અને સરદાર પટેલ પાટીદાર સમાજ- ટંકારાના સ્થાપક પ્રમુખ કે.પી. ભાગીયાના દીકરી ઉર્વશીબેન કીશનભાઈ ઠુમ્મર (રાજ બેંક) દ્વારા રક્ષાબંધનની પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.

ઉર્વશીબેને 7 સમુદ્ર પાર અમેરિકા રહેતા પોતાના ભાઈ સુમિતભાઈની રક્ષા માટે મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કર્યું હતું. આ તકે બહેને ભાઈને વીડિયો કોલના માધ્યમથી જલારામ બાપાના દર્શન પણ કરાવ્યા હતા. આ પ્રસંગે સુમિતભાઈના બહેન ઉર્વશીબેન, ભાણેજ તત્વકુમાર, માતા જયાબેન અને પિતા કે.પી. ભાગીયા ઉપસ્થિત રહ્યા હતા.

તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, પ્રતાપભાઈ યગ, ભાવીનભાઈ ઘેલાણી, કીશોરભાઈ ચંડીભમર, રમણીકભાઈ ચંડીભમર, જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિત કક્કડ, અનિલભાઈ સોમૈયા, ચિરાગભાઈ રાચ્છ, પારસભાઈ યગ, પ્રવિણભાઈ કારીયા, નિરવભાઈ હાલાણી, જયંતભાઈ રાઘુરા, નરેન્દ્રભાઈ રાચ્છ, અનિલભાઈ ગોવાણી, અમિતભાઈ પોપટ, પપ્પુભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, અરવિંદભાઈ સોમૈયા, ભાવેશભાઈ બુદ્ધદેવ, સંજયભાઈ હીરાણી, હીતેશભાઈ જાની, સી.ડી. રામાવત, અશોકભાઈ જોશી, દીનેશભાઈ સોલંકી અને મનિષભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ શુભકામનાઓ પાઠવી હતી.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments