Thursday, October 1, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiઆયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની સઘન સારવારથી ૯૫ વર્ષીય વૃદ્ધને નવજીવન —...

આયુષ હોસ્પિટલમાં ડૉ. સત્યજીતસિંહ જાડેજાની સઘન સારવારથી ૯૫ વર્ષીય વૃદ્ધને નવજીવન — ઝેરી સર્પદંશ બાદ વેન્ટિલેટર સુધી પહોંચેલા દર્દીની સફળ સારવાર

મોરબી ડેઈલી: ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ૯૫ વર્ષીય વૃદ્ધ દર્દીને અતિ ગંભીર અને અર્ધ બેભાન હાલતમાં આયુષ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. ડૉ. સત્યજીતસિંહ જાડેજા દ્વારા ઉંડાણપૂર્વક તપાસમાં જાણવા મળ્યું કે દર્દીને ઝેરી સર્પદંશ થયો છે, જેની કારણે એમની હાલત અત્યંત નાજુક અને જીવલેણ બની ગઈ હતી. દર્દી બેભાન અવસ્થામાં અને ઓક્સિજન લેવલ ઓછું હોવાને કારણે કોઈપણ વિલંબ વગર તાત્કાલિક વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો અને આયુષ હોસ્પિટલ ના આઈ.સી.યુ વિભાગમાં ડૉ.સત્યજીતસિંહ જાડેજાની દેખરેખ હેઠળ દાખલ કરવામાં આવ્યા. આઈ.સી.યુ મા સચોટ નિદાન, સમયસર સારવાર, સતત મોનિટરિંગ અને સઘન સારવારના પરિણામે દર્દી ધીમે ધીમે સુધારો દર્શાવવા લાગ્યા અને માત્ર એકજ અઠવાડિયામાં સંપૂર્ણ સ્વસ્થ થઈ હસતા મોઢે પરિવાર સાથે ઘરે પરત ફર્યા. દર્દીની સફળ રિકવરી બાદ તેમના પરિવારજનોએ લાગણીસભર શબ્દોમાં કહ્યું: “સાહેબ, અમારા માટે તો તમે જ ભગવાન છો.” આ લાગણીસભર શબ્દોએ સમગ્ર સારવાર ટીમ માટે ગાઢ સંતોષ અને પ્રેરણાનું કાર્ય કર્યું.

આ ઘટના ફરી સાબિત કરે છે કે ખૂબજ ઝેરી સર્પદંશ જેવી ગંભીર પરિસ્થિતિમાં પણ સમયસર યોગ્ય સારવાર મળે તો જીવન બચાવી શકાય છે, તેથી આવા કિસ્સાઓમાં ગભરાવાની જરૂર નથી પરંતુ ધીરજ અને સમજદારીથી તરત જ યોગ્ય તબીબી હોસ્પિટલ સુધી પહોંચવું જ સૌથી મોટું ઉપચાર છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments