Saturday, October 3, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજ્યના 15 હજાર વિદ્યાર્થીઓનું મંત્રી કાંતિલાલ મોરબીની શાન સમી ઘડિયાળથી સન્માન કરશે

રાજ્યના 15 હજાર વિદ્યાર્થીઓનું મંત્રી કાંતિલાલ મોરબીની શાન સમી ઘડિયાળથી સન્માન કરશે

મોરબી ડેઈલી : રાજ્યભરમાં વિદ્યાર્થીઓની કલા અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે યોજાનાર ‘સેવા ને રંગ, રાષ્ટ્ર ને સંગ’ કાર્યક્રમમાં હવે મોરબીની ઓળખ સમાન સુપ્રસિદ્ધ ઘડિયાળ ઝળકશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આશરે ૧૫ હજાર જેટલા વિદ્યાર્થીઓને મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા મોરબીની ઘડિયાળ ભેટ આપીને સન્માનિત કરવામાં આવશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ‘સેવા ને રંગ, રાષ્ટ્ર ને સંગ’ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ધોરણ ૮ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ સ્પર્ધા થકી દરેક જિલ્લા અને મહાનગરપાલિકા દીઠ ૩૦૦ જેટલા શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે માનનીય મંત્રી કાંતિભાઈ અમૃતિયા દ્વારા એક વિશેષ અને પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તેઓ રાજ્યના આશરે ૧૫,૦૦૦ વિદ્યાર્થીઓને સ્મૃતિચિહ્ન સ્વરૂપે મોરબીની સુપ્રસિદ્ધ ઘડિયાળ ભેટમાં આપશે. આ ભવ્ય સન્માન સમારોહ માટે હાલ આશરે ૧૫ હજાર જેટલી ઘડિયાળો ખાસ તૈયાર કરવામાં આવી રહી છે. આ આયોજનથી એક તરફ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને કલાપ્રતિભાને યોગ્ય મંચ અને પ્રોત્સાહન મળશે, તો બીજી તરફ મોરબીના વિશ્વવિખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શાનદાર ઓળખ પણ રાજ્યના ખૂણે-ખૂણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સુધી પહોંચશે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments