Tuesday, October 6, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiરાજપર ગામે ગૌમાતાના લાભાર્થે શનિવારે ‘જરાસંઘનો વધ’ નાટક અને કોમિક યોજાશે

રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે શનિવારે ‘જરાસંઘનો વધ’ નાટક અને કોમિક યોજાશે

મોરબી ડેઈલી: મોરબી તાલુકાના રાજપર ગામે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિરાધાર ગૌમાતાના સદકાર્યના લાભાર્થે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 10 ઓક્ટોબર 2026 ને શનિવારના રોજ રાત્રે 9:30 કલાકે રાજપર ગામ ખાતે યોજાશે. આ પ્રસંગે નકલંક ધામ-બગથળાના પ.પૂ. દામજીભગત ખાસ ઉપસ્થિત રહીને આશીર્વચન પાઠવશે.

આ કાર્યક્રમમાં ઐતિહાસિક નાટક ‘જરાસંઘનો વધ’નું મંચન કરવામાં આવશે. આ સાથે જ પ્રખ્યાત કલાકાર વિજુડી અને તેમની ટીમ દ્વારા હાસ્યરસથી ભરપૂર કોમિક રજૂ કરવામાં આવશે, જેથી ધાર્મિક વાતાવરણની સાથે મનોરંજનનો પણ સંગમ સર્જાશે.
જે લોકો રૂબરૂ ઉપસ્થિત રહી શકે તેમ નથી તેમના માટે આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

ગૌસેવાના આ પવિત્ર કાર્યમાં સહભાગી બની સદકાર્યમાં યોગદાન આપવા માટે રાજપર ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તમામ ગૌભક્તો, ધર્મપ્રેમીઓ અને દાતાઓને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments