મોરબી ડેઈલી : કેરાળી નિવાસી આહિર સમાજ અગ્રણી અને જોડિયા તાલુકા આહિર સમાજના પ્રમુખ રાણાભાઈ અરજણભાઈ હુંબલ (ઉ.વ.83) તે સવજીભાઈ વશરામભાઈ હુંબલ, લખમણભાઈ અરજણભાઈ હુંબલ, સવજીભાઈ અરજણભાઈ હુંબલ, કાનજીભાઈ અરજણભાઈ હુંબલ, સ્વ. જેસંગભાઈ અરજણભાઈ હુંબલ અને કરસનભાઈ ખોડાભાઈ હુંબલના ભાઈ તેમજ સવજીભાઈ રાજાભાઈ રાઠોડના સાળા, અમુભાઈ રાણાભાઈ હુંબલ (પૂર્વ ચેરમેન, બાંધકામ સમિતિ, જિલ્લા પંચાયત, મોરબી), નરસંગભાઈ રાણાભાઈ હુંબલ (નાયબ ઈજનેર, પીજીવીસીએલ, મોરબી), બાબુભાઈ રાણાભાઈ હુંબલ (પ્રમુખ, મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ) અને દિનેશભાઈ રાણાભાઈ હુંબલ (પ્રમુખ, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ) ના પિતા તથા અંકિત અમુભાઈ હુંબલ, ધવલ અમુભાઈ હુંબલ, કિપાલ નરસંગભાઈ હુંબલ, રોહન બાબુભાઈ હુંબલ, દેવમ દિનેશભાઈ હુંબલના દાદાનું તા.06/10/2026 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 08/10/2026 ને ગુરૂવારના રોજ સાંજે 3 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મુ. કેરાળી તા. જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.











