Friday, October 9, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદમાં પ્રથમ વખત ‘ઉમિયા નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન

હળવદમાં પ્રથમ વખત ‘ઉમિયા નવરાત્રી મહોત્સવ’નું ભવ્ય આયોજન

એક જ ગ્રાઉન્ડમાં 3 હજાર બાળાઓ એકસાથે ગરબે રમશે; ઉમિયા કન્યા છાત્રાલય ખાતે નવ દિવસ સુધી ભક્તિ, સંસ્કૃતિ અને ગરબાની અનોખી રંગત જામશે

મોરબી ડેઈલી : નવરાત્રીના પાવન પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હળવદ શહેરમાં પ્રથમ વખત ભવ્ય અને અનોખા ‘ઉમિયા નવરાત્રી મહોત્સવ’ નું ભવ્ય આયોજન પાટીદારો સાથે પાટીદારો માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિર તથા ઉમિયા કન્યા છાત્રાલયના વિશાળ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા આ નવરાત્રી મહોત્સવની તૈયારીઓને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સમગ્ર હળવદ તાલુકા પાટીદાર સમાજ દ્વારા આયોજિત આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ એ રહેશે કે એક જ વિશાળ ગ્રાઉન્ડમાં એકસાથે અંદાજે 3 હજાર બાળાઓ ગરબે રમી શકશે. હળવદમાં આ પ્રકારનું વિશાળ આયોજન પ્રથમ વખત થઈ રહ્યું હોવાથી નવરાત્રીપ્રેમીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતાજીની આરાધના સાથે સંસ્કૃતિનો ઉત્સવ અને ભક્તિનો મહોત્સવ જોવા મળશે. વિવિધ દિવસોમાં જાણીતા કલાકારોની વિશેષ ઉપસ્થિતિ સાથે ગરબાની રમઝટ જામશે અને ખેલૈયાઓ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમતા જોવા મળશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે ઉમિયા નવરાત્રી મહોત્સવનું વિશાળ આયોજન હળવદના નવરાત્રી પર્વને એક નવી ઓળખ આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આયોજનને સફળ બનાવવા પાટીદાર યુવા સંગઠન ના યુવાનો ભારે જેહમત ઉઠાવી રહ્યા છે પાટીદાર સમાજના આગેવાનો તથા યુવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ગ્રાઉન્ડની વ્યવસ્થા સહિતની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે.

હળવદમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન ‘ઉમિયા નવરાત્રી મહોત્સવ’ ભક્તિ, ગરબા અને સંસ્કૃતિનો અનોખો સંગમ બની રહે તેવી આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

નવરાત્રી રમવા આવતા ખેલૈયાઓ માટે ખાસ યુવાનો દ્વારા ઉમિયા ફૂટ કોર્ટનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેથી હળવદ અને હળવદ તાલુકાના પાટીદાર સમાજના તમામ લોકોને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે

મયુર રાવલ હળવદ

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments