Saturday, October 31, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiડી.વાય.એસ.પી. તરીકે પસંદગી પામીને ગૌરવ વધારતી દીકરી: અરવલ્લીની કરિશ્મા ડામોર GPSC પરીક્ષા...

ડી.વાય.એસ.પી. તરીકે પસંદગી પામીને ગૌરવ વધારતી દીકરી: અરવલ્લીની કરિશ્મા ડામોર GPSC પરીક્ષા ઉત્તીર્ણ કરી બન્યા Dy.SP

રાષ્ટ્રપતિ મેડલ વિજેતા પીએસઆઇ પિતા જે.ડી.ડામોરની દીકરીએ સિદ્ધિ હાંસલ કરી પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું.

મોરબી ડેઈલી:અરવલ્લી જીલ્લાના શામળાજી ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી (ATDO) તરીકે ફરજ બજાવતા કરિશ્માબેન જયંતીભાઈ ડામોરે ડાયરેક્ટ GPSC પરીક્ષા ઉત્તીર્ણ કરીને Dy.SP (નાયબ પોલીસ અધિક્ષક) તરીકે સફળતા મેળવી છે. મૂળ કુંડોલપાલ ગામના અને હાલ મોરબી જીલ્લામાં ફરજ બજાવતા તથા રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત પીએસઆઇ પિતાના પુત્રીની આ સિદ્ધિથી સમગ્ર પોલીસ પરિવાર અને સમાજમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના મૂળ કુંડોલપાલ ગામના વતની અને હાલ મોરબી જીલ્લામાં પોલીસ વિભાગમાં સેવા આપી રહેલા પીએસઆઇ જયંતીભાઈ ધનજીભાઈ ડામોર કે જેઓ તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ‘રાષ્ટ્રપતિ મેડલ’થી સન્માનિત થયેલા છે, આજે આ જ ગૌરવશાળી વારસાને આગળ વધારતા તેમના પુત્રી કરિશ્માબેન ડામોરે જીપીએસસી (GPSC) વર્ગ-૧ ની પરીક્ષા પાસ કરી છે. હાલ તેઓ શામળાજી ખાતે પ્રાયોજના વહીવટદારની કચેરીમાં મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી (ATDO) તરીકે પોતાની સેવાઓ આપી રહ્યા હતા. આ પદ પરથી સીધી જ GPSC પરીક્ષા ઉત્તીર્ણ કરીને તેઓ ડી.વાય.એસ.પી. (Dy.SP) તરીકે પસંદગી પામ્યા છે. ત્યારે ચારેય તરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. સમગ્ર પોલીસ પરિવાર, સ્નેહીજનો અને સમાજના આગેવાનો દ્વારા કરિશ્માબેનને આ ભવ્ય સફળતા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments