પાટીદારગઢ અવધ-૪ યુવક મંડળ દ્વારા ૬ નવેમ્બરે રામજી મંદિર ખાતે ઐતિહાસિક નાટક સાથે હાસ્યરસથી ભરપૂર કોમિકનું પણ મંચન કરાશે
મોરબી ડેઈલી : પાટીદારગઢ અવધ-૪ યુવક મંડળ દ્વારા સામાજિક સેવાકાર્યના હેતુ સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમના લાભાર્થે આગામી તા. ૬ નવેમ્બર, શુક્રવારના રોજ ભવ્ય નાટ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઐતિહાસિક ગાથા પર આધારિત ‘જય ચિત્તોડ’ નાટક રજૂ કરવામાં આવશે. સાથે જ પ્રેક્ષકોને હાસ્યથી તરબોળ કરી દે તેવું કોમિક નાટક ‘ક કણી ગાંડીનો જહલો જમાઈ’ પણ રજૂ કરાશે.
આ બંને નાટકોનું મંચન રાત્રે ૯ વાગ્યાથી પાટીદારગઢ અવધ-૪ સોસાયટી ખાતે નાની કેનાલની બાજુમાં આવેલા રામજી મંદિરના સ્થળે યોજાશે. આ આયોજનનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમને સહયોગ આપવાનો છે. ત્યારે મોરબીના નાટ્યપ્રેમીઓ તેમજ નગરજનોને આ સેવાભાવી આયોજનનો લાભ લેવા આયોજક મંડળ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.










