મોરબી ડેઈલી: મોરબીના સુપ્રસિદ્ધ રામધન આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે ૫ણ છઠ્ઠ પૂજા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. મહંત ભાવેશ્વરીમાંના પાવન સાનિધ્યમાં યોજાયેલી આ પૂજામાં મૂળ યુપી અને બિહારથી આવીને મોરબીમાં સ્થાયી થયેલા પરિવારોએ આસ્થાભેર સહભાગી બન્યા હતા.
છઠ્ઠ પૂજાના આ મહાપર્વ પર ભાવિકોએ 36 કલાકના કઠિન નિર્જળા ઉપવાસ કર્યાં હતા. વ્રતધારીઓએ શ્રદ્ધાપૂર્વક અસ્ત થતા (ડૂબતા) તેમજ ઉગતા સૂર્યનારાયણને અર્ધ્ય અર્પણ કરી પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે ઉપસ્થિત રહેલા તમામ ભાવિક ભક્તો માટે રામધન આશ્રમ દ્વારા વિશેષ અને સુંદર વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી તેવું મુકેશ ભગતની યાદીમાં જણાવાયું છે










