Tuesday, November 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiયુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતું ‘અનુબંધમ પોર્ટલ’: મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ...

યુવાનો માટે રોજગારીના દ્વાર ખોલતું ‘અનુબંધમ પોર્ટલ’: મોરબી જિલ્લાના ૬,૩૨૭ થી વધુ ઉમેદવારોએ ડિજિટલ માધ્યમથી કરાવી નોંધણી

નોકરી શોધનારાઓ અને ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ વચ્ચે પ્લેટફોર્મ પૂરું પાડતું ગુજરાત સરકારનું આ પોર્ટલ બન્યું યુવાનો માટે રોજગારીનું માધ્યમ

ઓટો-મેચિંગ ટેક્નોલોજી, પારદર્શક ભરતી અને મફત ડિજિટલ સેવાઓથી ઘરબેઠા રોજગારી મેળવવાનું સ્વપ્ન થઈ રહ્યું છે સાકાર

રાજ્યના યુવાધનક્ષેત્રે રોજગારીની તકો પૂરી પાડવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે સરકાર દ્વારા અનેકવિધ સકારાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે. રોજગાર ઈચ્છુક યુવાનોને તેમની લાયકાત મુજબ યોગ્ય નોકરી સરળતાથી મળી રહે તે માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘અનુબંધમ પોર્ટલ’anubandham.gujarat.gov.in આજે મોરબી જિલ્લાના યુવા વર્ગ માટે મહત્વનું માધ્યમ બની રહ્યું છે. આ પારદર્શક ડિજિટલ પ્લેટફોર્મની મદદથી મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં ૬,૩૨૭ જેટલા લાભાર્થીઓ નોંધણી કરીને સફળતાપૂર્વક રોજગારી મેળવી રહ્યા છે.

યુવાનો માટે આ પોર્ટલ પર જોડાવું અત્યંત સરળ છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર જઈને ‘Sign Up’ વિકલ્પ દ્વારા ‘Job Seeker’ તરીકે રજીસ્ટ્રેશન કરી શકે છે. મોબાઇલ અને ઇમેઇલ વેરિફિકેશન બાદ પ્રાથમિક વિગતો ભરીને ઉમેદવારે પોતાની શૈક્ષણિક લાયકાત જેવી કે ધોરણ ૧૦, ૧૨, ITI, ડિપ્લોમા કે ડિગ્રી, કૌશલ્ય અને અનુભવની વિગતો ૧૦૦% પૂર્ણ કરવાની રહે છે. આ પોર્ટલની સૌથી મોટી વિશેષતા તેની ઓટો-મેચિંગ ટેક્નોલોજી છે, જે ઉમેદવારની લાયકાત અને આવડત મુજબ આપમેળે યોગ્ય નોકરી શોધી આપે છે.

ઉમેદવાર પોતાની પસંદગીના જિલ્લા, સેક્ટર અને અપેક્ષિત પગાર મુજબ ‘Job Preference’ સેટ કરીને સીધી જ ખાનગી કંપનીઓની ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અનુબંધમ પોર્ટલની મુખ્ય વિશેષતાઓમાં ઉમેદવારો અને કંપનીઓ બંને માટે રજીસ્ટ્રેશન તથા નોકરી શોધવાની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. કોઈપણ વચેટિયા કે દલાલ વગર ઉમેદવારો સીધા જ ખાનગી ક્ષેત્રના નિયોક્તાઓ સાથે જોડાઈ શકે છે. રાજ્યભરમાં યોજાતા ઓનલાઈન અને ઓફલાઈન રોજગાર ભરતી મેળાની માહિતી પણ ઘર બેઠા મળી રહે છે. આ ઉપરાંત, અરજી કર્યા બાદ ઇન્ટરવ્યુનું શિડ્યુલ SMS અને એપ દ્વારા નોટિફિકેશન રૂપે મળી જાય છે તેમજ અરજીનું સ્ટેટસ પણ સરળતાથી જાણી શકાય છે.

રજીસ્ટ્રેશનમાં કોઈ ટેક્નિકલ મુશ્કેલી પડે તો જિલ્લા રોજગાર કચેરીનો રૂબરૂ સંપર્ક પણ કરી શકાય છે.
મોરબી જિલ્લાના હજારો યુવાનોએ આ પોર્ટલનો લાભ લઈને પોતાના ઉજ્જવળ ભવિષ્યન તરફ આગળ વધી રહ્યા છે. સરકારનો આ અભિગમ યુવાનોને સશક્ત અને આત્મનિર્ભર બનાવી રહ્યો છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments