Wednesday, May 13, 2026
No menu items!
Google search engine
ઘરNewsHalvadગુજરાત માં સૌ પ્રથમવાર હળવદ ખાતે "દિવ્યાંગ તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ"...

ગુજરાત માં સૌ પ્રથમવાર હળવદ ખાતે “દિવ્યાંગ તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ” યોજાયો

દિવ્યાંગ વિદ્યાર્થીઓ નું અદકેરું સન્માન થતા હર્ષ અને ગૌરવ ની લાગણી અનુભવી અને આગામી સમય માં વધુ પ્રગતિ કરવા માટે કટિબદ્ધ બન્યા હતા

નિઃશુલ્ક ફિજીયોથેરાપી કેમ્પ માં ૨૫ મનો દિવ્યાંગ બાળકો એ લાભ લીધો હતો

હળવદ મધ્યે આવેલ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ખાતે ગુજરાત રાજ્ય માં સૌ પ્રથમ વખત “દિવ્યાંગ વિદ્યાર્થી તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ” આજ રોજ તા.09-10-2024ના સવારે 10 કલાકે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ ના પરીસર માં યોજાયો જેમાં સમારંભના અધ્યક્ષશ્રી આત્મયોગી
શ્રી ૐકારા પ્રભુ પરમ પૂજ્ય દાદા રહ્યા હતા તેમજ વિશેષ ઉપસ્થિતિમાં મુરલીભાઇ દવે આર.એસ.એસ રાજકોટના વડા તેમજ સામાજિક અને રાજકીય આગેવાન રણછોડભાઈ દલવાડી પ્રમુખ મોરબી જિલ્લા ભાજપ,ગીરીશભાઈ પરમાર પીજીવીસીએલ ના પ્રમુખશ્રી, અને અનિલભાઈ તેમજરાજકોટ ના જાણીતા એડવોકેટ નયન ભાઇ કોઠારી, મિતેશભાઈ દોશી જેવા ધાર્મિક આગેવાનો ખાસ ઉપસ્થિતીમાં મોરબી જિલ્લાના ધોરણ 9 થી 12 માં ઉતીર્ણ થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓને અને બાળકોને શિલ્ડ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા ત્યારે આપણા ભારત દેશ ને ઘણા બધા ઓલમ્પિક મેડલ વિશ્વ સ્તરે દિવ્યાંગજનો એ અપાવી અને દેશ નું નામ રોશન કર્યું છે તેમ દિવ્યાંગ વિદ્યાર્થી ભણી ગણી હોશિયાર થાય અને પોતાના પરિવાર અને દેશ નું નામ રોશન કરે તેવા શુભ શુભઆશિષ સંસ્થાના સ્થાપક મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ જોશી દ્વારા ઉદબોદન કરવામાં આવ્યું હતું જેમાં દિવ્યંગોના કલ્યાણકારી વિશિષ્ટ પ્રવૃત્તિ કરતી આ સંસ્થા હંમેશા નવીન કરવા માટે પ્રેરાયેલી છે તેમ આ વર્ષે પણ દિવ્યાંગો માટે સરસ્વતી સન્માન મોરબી જિલ્લામાં પ્રથમ વખત આયોજિત કરાયો છે સંસ્થા બ્લડ ડોનેશન, સમૂહ લગ્ન, એજ્યુકેશન સ્પોર્ટ્સ એક્ટિવિટી, તેમજ અન્ય વિશિષ્ટ પ્રકારના કાર્યો પણ દિવ્યાંગોના જન કલ્યાણ માટે કરતા રહ્યા છે આ કાર્યક્રમનું સફળ સંચાલન સ્થાનિક સમિતિના સદસ્ય તપનભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના વિવિધ તાલુકાઓ માંથી દિવ્યાંગ તેજસ્વી તારલાઓ ને બોલાવી તેઓનું ટ્રોફી,શિલ્ડ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા આ સાથે કેશર ફિજીયોથેરાપી ક્લિનિક મોરબી ના સહયોગ થી આયોજિત નિઃશુલ્ક સારવાર કેમ્પ માં ૨૫ બાળકો એ લાભ લીધો હતો આમ દિવ્યાંગ બાળકો ને આપડા બધા ના હૂંફ અને લાગણી ની જરૂર છે બધા સહિયારા પ્રયાસ કરીશું તો આગામી સમય માં દિવ્યાંગ બાળકો દેશ માટે અપ્રતિમ સફળતાઓ હાંસલ કરી શક્શે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જયેશભાઈ રંગાડીયા, નિમેષભાઈ ભાલોડીયા, બળવંતભાઈ જોશી, અરુણભાઈ ગોસાઈ, જગદીશભાઈ પટેલ, લલીતભાઈ સોલંકી, દિનેશભાઈ સભાણી, મનીષભાઈ ગઢવી, કુસુમબેન સેંગલ, ટીનાબેન મહેતા, પસાભાઈ પઢારિયા,જયેશભાઈ પરમાર, અજીતભાઈ ડોડીયા, હીરાલાલ ચાવડા તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments