Wednesday, March 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં તંત્રના પાપે રવાપર રોડ પરના શાંતિ ભુવન એપાર્ટમેન્ટ સામે ઉકરડાના ગંજમાં...

મોરબીમાં તંત્રના પાપે રવાપર રોડ પરના શાંતિ ભુવન એપાર્ટમેન્ટ સામે ઉકરડાના ગંજમાં ફેરવાયો

મોરબી : મોરબીમાં દિવાળી ટાણે કચરાના ગંજની હૈયાહોળી સર્જાઈ છે. જેમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ શાંતિ ભુવન એપાર્ટમેન્ટ સામે ઉકરડાના ગંજમાં ફેરવાયો છે . આ એપાર્ટમેન્ટમાં નજીક આવેલ પંચવટી સોસાયટી, જલારામ સોસાયટી, સ્વાગત હોલ પણ કચરાના ગંજમાં ફેરવાયો હોય તેવી હાલત જોવા મળી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ઘણા સમયથી તંત્રના પાપે આવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. તંત્રએ સફાઈ જ કરતું ન હોવાથી લોકોને ભયકર ગંદકી વચ્ચે દિવાળી ઉજવવી પડી છે. છેલ્લા કેટલાક સમયથી કચરો તંત્ર ઉપાડતું જ ન હોય ગંદકીને કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ સર્જાઈ છે. જો કે, આ પોશ એરિયાની આવી દશા હોય તો પછાત એરિયાની કેવી દશા હશે તેની કલ્પના પણ કરી શકાય એમ નથી. આથી તંત્ર વહેલાસર આ ગંદકીના ગંજ દૂર કરે તેવી માંગ ઉઠી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments