મોરબીના શક્ત શનાળામાં ઉમિયા ચોક ખાતે સ્વ. પાર્વતીબેન વશરામભાઈ ફેફરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આગામી તા.1 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9 કલાકે “માં-બાપને ભૂલશો નહીં” નાટકનું આયોજન કરવામાં આવ્યું છે. નાટકમાં નાની બાળાઓનો અભિનય ચૌક્કસ આંખમાં આસું લાવી દેશે. આ નાટક નિહાળવા માટે પધારવા રાઘવજીભાઈ ફેફર, બીપીનભાઈ ફેફર તથા મિલનભાઈ ફેફર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.
