Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધરમ કરતા ધાડ પડી, મોરબીમાં પાડોશીને પોતાના નામે લોન લઈ આપનાર દંપતીને...

ધરમ કરતા ધાડ પડી, મોરબીમાં પાડોશીને પોતાના નામે લોન લઈ આપનાર દંપતીને જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના ભડીયાદમાં બૌદ્ધનગર વિસ્તારમાં રહેતા દંપતીએ પાડોશીને આર્થિક રીતે મદદરૂપ થવા પોતાના નામે 1.60 લાખની લોન લઈ આપ્યા બાદ આ લોન ભરપાઈ કરવાને બદલે ઊલટું ગાળો આપી જાનથી મારી નાખવા ધમકી આપતા ઘટના અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

મોરબીના ભડિયાદ ગામે બૌદ્ધનગરમાં રહેતા ફરિયાદી જગદીશભાઈ કલાભાઈ પરમાર અને તેમના પત્ની કોકિલાબેને સાતેક મહિના પૂર્વે પાડોશી પ્રવીણભાઈ પુરાણી અને જયશ્રીબેન પુરાણીને પોતાના નામે રૂપિયા 1.60 લાખની લોન લઈ આપી મદદ કરી હતી. પરંતુ આરોપીઓને લોન ભરપાઈ કરવાની દાનત ન હોય ફોનમાં ગાળો આપી છરીના ઘોદા મારી દેવા ધમકી આપતા ઘટના અંગે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments