ગ્રામ્ય તાલુકા જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા યોજી પીજીવીસીએલ જન જાગૃતિ ફેલાવશે
મોરબી : પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ડિસેમ્બર 2024 ને ઊર્જા બચત માસ તરીકે ઉજવી રહ્યું હોય જે અંતર્ગત પીજીવીસીએલ મોરબી વર્તુળ કચેરી દ્વારા ઊર્જા બચતની જાગૃતિ કેળવવા તથા ખરા અર્થમાં ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહકો સુધી પહોચાડવા ઉર્જા બચત માસની ઉજવણી કરવામાં આવશે.
જેમાં ઊર્જા બચતનો હેતુ સિદ્ધ કરવા ભારત સરકાર દ્વાર પી.એમ સૂર્ય ઘર મુફ્ત બીજલી યોજનાને ફળીભૂત કરવા તેમજ વધુમાં વધુ ગ્રાહકો સોલાર રૂફ ટોપ લગાવવા બાબતે અવગત થાય તેમજ ઊર્જા બચત અને ઊર્જા સરંક્ષણને ખરા અર્થ માં સિદ્ધ કરવા હેતુ, ગ્રામ્ય તાલુકા જિલ્લા મથકે બેનરો, પેમ્ફલેટ, ગ્રામસભા, સ્કૂલ સેમિનાર, શેરી નાટકો, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. તેમજ આગામી તા-16 ડિસેમ્બર થી 21 ડિસેમ્બર દરમિયાન સલામતી સપ્તાહ તરીકે ઊજવણી કરવા આવશે. અત્રેની કચેરીના તાબા હેઠળની વિભાગીય તેમજ પેટા વિભાગીય કચેરી ખાતે અલગ અલગ જનજાગૃતિ ના અભિયાન/ કાર્યક્રમ તેમજ લાઈન પર કામ કરતા તમામ ટેકનિકલ સ્ટાફ તેમજ કોન્ટ્રાકટર ના માણસો ની જાગૃતિ માટે આયોજન કરેલ છે. જે અંતર્ગત અકસ્માત નિવારણ મોકડ્રિલ, સલામતીના સૂત્રો તેમજ વૃક્ષારોપણ, અકસ્માત નિવારણ માટે ફીડરો ઉપર પરીક્ષણ, શાળા/કોલેજ ના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ નું આયોજન કરેલ છે.
આ સાથે તા-21.12.2024 નાં રોજ પીજીવીસીએલ મોરબી દ્વારા વીજ સલામતીની રેલીનું આયોજન કરેલ છે જેમાં સલામતી તથા ઉર્જા બચત અંગે ના બેનર સાથે પેમ્ફલેટ નું વિતરણ દ્વારા જન જાગૃતિ અંગેનું આયોજન કરેલ છે. તેમ ડી. આર. ઘાડીયા, અધિક્ષક ઈજનેર, પીજીવીસીએલ, વર્તુળ કચેરી,મોરબીની યાદીમાં જણાવાયું છે.








