Monday, March 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં 51 લાખનો તોડ કરનાર પીઆઇ અને કોન્સ્ટેબલ...

ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં 51 લાખનો તોડ કરનાર પીઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ગુન્હો દાખલ

ટંકારાના હાઈ પ્રોફાઈલ જુગારધામ પ્રકરણમાં એસએમસીએ તપાસમાં ઝુકાવી પીઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યા બાદ વધુ એક ઘટસ્ફોટ કરી ન્યૂઝ મીડિયામાં સમાચાર નહિ આપવા અને ભળતા નામ દર્શાવવા માટે વ્યક્તિ દીઠ છ – છ લાખ કટકટાવી 51 લાખનો તોડ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ લાંચ રુસવત લેવા સહિતની કલમો મુજબ ગુન્હો રજીસ્ટર કરાવતા ખળભળાટ મચી ગયો છે.

ગત તા. 26 ઓક્ટોબરના રોજ મોરબી રાજકોટ હાઈ વે ઉપર કમ્ફર્ટ રીસોર્ટના રૂમ નં.૧૦૫ માં દરોડો પાડી ટંકારા પીઆઇ વાય કે. ગોહિલ અને તેમની ટીમે જુગારના હાઈ પ્રોફાઈલ કેસમાં આરોપી નિરવભાઈ અશોકભાઇ ફળદુ,, નિતેષભાઈ ઉર્ફે નિતીન ભાઈ નારણભાઈ ઝાલરીયા,  ભાસ્કરભાઈ પ્રભુદાસ પારેખ, વિમલભાઈ રામજીભાઈ પાદરીયા, રઘુવિરસિંહ દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા,, કુલદિપસિંહ વનરાજસિંહ ગોહિલ, નીલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર,  ગોપાલ રણછોડભાઈ સભાડ તથા ચિરાગ રસીકભાઈ ધામેચા વિરુદ્ધ ટોકન ઉપર જુગાર રમવા મામલે કેસ કરી 12 લાખની રોકડ તેમજ બે ફોર્ચ્યુનર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બીજી તરફ મોટમાથાઓને સંડોવતા આ જુગાર દરોડા પ્રકરણમાં આરોપીઓના નામ ખોટા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવતા અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ચોકી ઉઠ્યા હતા અને રાજકીય આગેવાનની રજુઆત રાજ્યના પોલીસવડા સુધી પહોંચતા સ્ટેટ મોનીટરીંગ સેલને તપાસ સોંપવામાં આવતા પીઆઇ
પી. આઇ. વાય.કે.ગોહિલ તથા કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને એસએમસીની તપાસ બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

બીજી તરફ એસએમસીની તપાસ બાદ ગઈકાલે રાત્રે એસએમસી પીઆઇ આર.જી.ખાટ દ્વારા તત્કાલીન ટંકારા પીઆઇ વાય.કે.ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપત સોલંકી વિરુદ્ધ પોતે રાજ્ય સેવકો હોવા છતાં, કાયદા હેઠળના આદેશની અવજ્ઞા કરી, પંચનામા-ફરીયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી, ઉભા કરી, તે પુરાવાઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ હોવાનું પોતે જાણતાં હોવા છતાં કોર્ટમાં મોકલી આપી, તેનો સાચા તરીકે ઉપયોગ કરી, ગુના હિત કૃત્ય કરવાના હેતુથી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગુનાહિત કાવતરું રચી, ગુનો કરવામાં એકબીજાએ મદદગારી કરી આરોપીઓ પાસેથી અને અધિકૃત રીતે લાંચની માંગણી કરી, સાહેદો મારફતે રાજ્ય સેવક તરીકે પ્રથમ રોકડા રૂપિયા ૧૨,૦૦,૦૦૦ વિમલભાઈ પારદરીયાના મિત્ર સુમીત અકબરી મારફતે રાજકોટથી મંગાવી જુગારની રેઈડમાં બતાવી અને ત્યારબાદ રોકડા રૂપિયા ૪૧,૦૦,૦૦૦તથા રોકડા રૂપિયા ૧૦,૦૦,૦૦૦ ન્યુઝ-મિડીયા આવે તે પહેલાં જામીન ઉપર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સૌશીયલ મિડીયામાં ફોટો નહીં આપવા તેમજ ભળતાં-ખોટા નામો આપવા, પંચનામા ફરી યાદમાં ખોટુ નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરીયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે હેતુ માટે ખોટી રીતે બળજબરીથી કઢાવી લઈ, પોતે રાજ્ય સેવકો હોવા છતાં સત્તાનો દુરઉપયોગ કરી, પોતાના તાબા હેઠળના નીચલા વર્ગના કર્મચારીઓને ગેરકાયદેસર કૃત્ય કરવા ફરજ પાડી, ગેરકાયદેસર રીતે જાતે અને અન્ય મારફતે પોતાના કાયદેસરના મહેનતાણા સિવાય રૂપિયા ૫૧ લાખ જેવી માતબર રકમની લાંચની માંગણી કરી-સ્વીકારવા મામલે અલગ અલગ કલમો મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments