Sunday, March 29, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખોવાયેલા 13 મોબાઈલને શોધીને મૂળ માલિકોને પરત કરતી પોલીસ

મોરબીમાં ખોવાયેલા 13 મોબાઈલને શોધીને મૂળ માલિકોને પરત કરતી પોલીસ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તેરા તુજ કો અર્પણ હેઠળ ખોવાયેલા 13 મોબાઈલ શોધી કાઢી તેના મૂળ માલિકને પરત અપાવ્યા છે. પોતાના મોબાઈલ પરત મળતા અરજદારોએ પણ પોલીસનો આભાર માન્યો હતો.

મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 જેટલા લોકોના ખોવાયેલ મોબાઈલ ટેક્નિકલ ટીમે “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી શોધી કાઢ્યા છે. આ તમામ મોબાઈલની કિંમત આશરે રૂ. 1,93,000 જેટલી થાય છે. આ તમામ મોબાઈલ સિટી બી ડિવિઝન પોલીસે ડીવાયએસપી પી.એ.ઝાલાના હસ્તે મૂળ માલિકોને સુપ્રત કરાવ્યા હતા.

આ કામગીરીમાં પો.ઈન્સ. એન.એ.વસાવા, પો.સ.ઈ. બી.એ.ગઢવી, પો.હે.કો. જગદીશભાઈ ડાંગર, પો.કોન્સ. પ્રદિપસિંહ ઝાલા, બ્રીજેશભાઈ બોરીચા, અજયસિંહ રાણા, દશરથસિંહ મસાણી, સંજયભાઈ લકુમ, રાજપાલસિંહ રામદેવસિંહ તથા પ્રિયંકાબેન પૈજા રોકાયેલ હતા.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments