Monday, March 23, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiહળવદના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

હળવદના ચરાડવા ગામે જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા

હળવદ તાલુકાના ચરાડવા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને હળવદ પોલીસે ઝડપી પાડ્યા છે.

મળતી વિગતો મુજબ હળવદના ચરાડવા ગામે નવા તળાવ પાસે, દેવળીયા નાળા પાસે, પુરણદાસ ધરમદાસ સાધુના મકાન પાસે જુગાર રમાતો હોવાની આધારે પોલીસે રેડ કરી હતી. અને જુગાર રમતા નિલેશભાઈ નાગજીભાઈ પરમાર, પ્રેમજીભાઈ જીવાભાઈ સોલંકી, પૂરણદાસ ધરમદાસ સાધુ, મહેશભાઈ બાલજીભાઈ સોલંકી, જયંતિભાઈ ઉર્ફે જોની લવજીભાઈ મકવાણા (રહે.તમામ ચરાડવા ગામે) સહિત પાંચેય જુગારીઓને રૂ.16,400 રોકડ સાથે હળવદ પોલીસે ઝડપી પાડ્યા હતા. તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગારધારા હેઠળનો ગુન્હો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments