મોરબીમાં વ્યાજખોરીના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.જેમાં વ્યાજખોરોએ યુવાન પાસેથી લાખો રૂપિયા પડાવી જમીનનું સોદાખત કરાવી પઠાણી ઉધરાણી કરી હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસમાં નોંધાઈ છે.
મોરબીના આલાપ રોડ પર અંજનીપાર્કમાં રહેતા રવિરાજ જગદીશભાઈ દેત્રોજાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે રવિરાજ એ આરોપી ભાવેશ હરિભાઈ દેવાયતકાના કહેવાથી આરોપી જયદીપભાઈ બાબુભાઈ બસિયા પાસેથી કુલ રૂપિયા ૨,૦૦,૦૦૦ લીધેલ હોય જેનું અલગ અલગ તારીખે સમયે આરોપી પાસેથી રૂ.૧૩,૦૦,૦૦૦ વ્યાજ ચૂકતે કરેલ છતાં ઉચું વ્યાજ તથા મૂળ રકમ સહીત રૂ.૨૨,૦૦,૦૦૦ ચૂકતે કરી દીધેલ હોવા છતાં આરોપી ભાવેશ હરિભાઈ દેવાયતકા,જયદીપભાઈ બાબુભાઈ બસિયા અને રાજેશભાઈ લાખાભાઈ સોઢીયા એ રવિરાજ પાસેથી મૂડી વ્યાજ સહીત રૂ.૨૨,૦૦,૦૦૦ બળજબરીથી કાઢવી લેવા મોત નીપજાવવા ના ભયમાં મૂકી બળજબરીથી રવિરાજને માણેકવાડા ગામની સીમમાં આવેલ જમીનનું લખાણ કરાવી સોદાખત કરાવી લઇ તેમજ બે કોરા ચેક લઇ રૂપિયા કઢાવવા પઠાણી ઉધરાણી કરી અવનારવાર ફોન પર તેમજ રૂપિયા નહિ આપતો બાકીની વ્યાજની રકમ મારી નાખવાની ધમકી આપી બળજબરીથી કાઢવી લેવાનો પ્રયાસ કર્યો હોવાનીફરીયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.








