Friday, May 8, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વીસીપરામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ

મોરબીના વીસીપરામાં ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી લેતી પોલીસ

મોરબીમાં થર્ટી ફર્સ્ટને લઈને હાલ મોરબી જિલ્લા પોલીસ એક્શન મોડમાં છે. ત્યારે મોરબીના વીસીપરામાં રહેતો શખ્સ થર્ટી ફર્સ્ટને લઈને દારૂનું વેચાણ કરે તે પહેલા જ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે.

મોરબી સીટી બી ડીવી. પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.હેડ કોન્સ જગદીશભાઇ ડાંગર તથા પો.કોન્સ અજયસિંહ રાણા તથા દશરથસિંહ મસાણીને ખાનગી બાતમી આધારે આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા (રહે મોરબી-1 મોરબી વીસીપરા રણછોડનગર જલારામ પાર્ક પાછળ ભવાનભાઇ મકાનમાં ભાડેથી) પોતાના રહેણાક મકાનમાં રેડ કરી હતી. અને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ તથા સાઇઝની બોટલ નંગ 156 જેની કુલ કિ.રૂ 1,05,252 ના મુદામાલ સાથે સ્થળ ઉપરથી રેઇડ દરમ્યાન આરોપી મહેબુબ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરાને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments