મોરબીમાં નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા પર પાણીનો નિકાલ ન થતો હોવાથી આસપાસના રહીશો દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
આ રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં નવલખી રોડ પર આવેલ નીલકંઠ રેસિડેન્સી પાસે રસ્તા કેટલાક સમયથી રોડ રસ્તાની કામગીરી કરવામાં આવતી હતી. આ કામગીરી છેલ્લા 25 દિવસથી બંધ હોવાથી વરસાદનું પાણી આ રસ્તા પર ભરાઈ ગયું હતું. જેના કારણે લોકોને આવવા જવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રસ્તા પર પાણી ભરાઈ જતા અનેક લોકો પાણીમાં પડ્યા હોવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ રસ્તાની કામગીરી કરવા માંગ ઉઠવા પામી છે.












