મોરબી મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 26/04/2026 ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા મોરબીના વોર્ડ નંબર 13 ના વાઘપરા વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન અને જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહ આજે તારીખ 21/04/2026, મંગળવારના રોજ સાંજે 8:00 કલાકે વાઘપરા મેઈન રોડ, વોર્ડ નં. 13, મોરબી ખાતે યોજાશે.
આ ચૂંટણીમાં વોર્ડ નંબર 13 માંથી ભાજપના ઉમેદવારો તરીકે ભાવિકકુમાર ભરતભાઈ જારીયા, રાજેશભાઈ કાનજીભાઈ ડાભી, જસવંતીબેન પ્રવીણભાઈ સોનાગ્રા અને ગીતાબેન મનોજભાઈ સોલંકી મેદાનમાં છે. આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે પ્રખ્યાત હાસ્ય કલાકાર ધનસુખ ભંડેરી (ઉર્ફે વિજુડી) અને રાજેન્દ્ર પંચાલ ઉપસ્થિત રહેશે. તેઓ પોતાની આગવી શૈલીમાં લોકોને હાસ્યરસ પીરસશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે મતદારોને અપીલ કરશે.
આ જાહેર સભા અને ઉદ્ઘાટન સમારોહમાં મોહનભાઈ કુંડારીયા, જયંતીભાઈ રાજકોટીયા, ગજેન્દ્રભાઈ સકસેના, કાંતિભાઈ અમૃતિયા, કેશરીદેવસિંહજી ઝાલા, વિનોદભાઈ ચાવડા, દુર્લભજીભાઈ દેથરીયા, દીપીકાબેન સરડવા, મગનભાઈ વડાવીયા, બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડીયા સહિતના પ્રદેશ અને જિલ્લા કક્ષાના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત નિર્મલભાઈ જારીયા, તપનભાઈ દવે, ચતુરભાઈ મકવાણા, યોગેન્દ્રસિંહ ઝાલા, સામતભાઈ આલાભાઈ જારીયા, પ્રદીપભાઈ વાળા, જયુભા જાડેજા, પ્રભુભાઈ પનારા, ભરતભાઈ સામતભાઈ જારીયા, કાજલબેન ચંડીભમર, નિર્મળાબેન હડીયલ, જીતુભાઈ પટેલ, નૈમિષભાઈ પંડિત, દેવિકાબેન ભંડોકીયા, કે.કે. પરમાર, ગણપતસિંહ ઝાલા, વિઠ્ઠલભાઈ ચાવડા, જયશ્રીબેન સિણોજીયા અને જતીનભાઈ ફૂલતરીયા જેવા સંગઠનના હોદ્દેદારો અને આગેવાનો પણ વિશેષ હાજરી આપશે. સંગઠનના તમામ હોદ્દેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક નાગરિકોને આ ઉદ્ઘાટન સમારોહમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે પાર્ટી દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.









