મોરબી : વિશ્વ હિન્દુ પરિષદ મોરબી ગ્રામ્ય સેવા વિભાગ દ્વારા ગત 19 એપ્રિલ 2026, રવિવારના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે મહેન્દ્રનગર વિસ્તારમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહેન્દ્રનગરના શીતળા મા વિસ્તારમાં આવેલ આંગણવાડી, સેવા વસ્તીમાં સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી આ કેમ્પ ચાલ્યો હતો. જેમાં શીતળા મા વિસ્તારના સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં નિઃશુલ્ક તબીબી તપાસ અને જરૂરી દવા વિતરણનો લાભ લીધો હતો.
આ મેડિકલ કેમ્પમાં આર્યતેજ હોમિયોપેથીક મેડિકલ કોલેજ, સત્યમ હોસ્પિટલ અને લેપ્રોકેર હોસ્પિટલના ડોક્ટરો તથા તેમની મેડિકલ ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓનું નિદાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન મહેન્દ્રનગર વિસ્તારના સ્થાનિક કાર્યકર્તાઓ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ મોરબી જિલ્લા, મોરબી પ્રખંડ અને મોરબી ગ્રામ્યના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.









