ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયા જોરશોરથી ચાલી રહી છે, ત્યારે વિવિધ ક્ષેત્રના આગેવાનો મતદાન કરીને લોકશાહી પ્રત્યેની ફરજ નિભાવી રહ્યા છે. આ અનુસંધાને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના સુપ્રીમો પી.ડી. કાંજીયાએ પોતાના પરિવાર સાથે મતદાન કરીને લોકશાહી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
પી.ડી. કાંજીયાએ મોરબી શહેરની નિર્મલ વિદ્યાલય ખાતે સ્થિત મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાન બાદ તેમણે જણાવ્યું હતું કે લોકશાહી મજબૂત બનાવવા માટે દરેક નાગરિકે મતદાન કરવું અનિવાર્ય છે. તેમણે વધુમાં તમામ મતદારોને અપીલ કરી હતી કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહી પર્વમાં સહભાગી બને અને વધુમાં વધુ મતદાન કરીને જવાબદાર નાગરિક હોવાનો પરિચય આપે.









