Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જવલંત પરિણામ બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ પાઠવ્યા અભિનંદન

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જવલંત પરિણામ બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારીએ પાઠવ્યા અભિનંદન

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું ધોરણ 12 સાયન્સનું 84.33 ટકા પરિણામ જ્યારે સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ જાહેર થયું છે. આ પરિણામમાં સાયન્સમાં કુલ 93678 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહમાં 403362 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

આ ઝળહળતા પરિણામમાં મોરબી જિલ્લાએ ફરી એકવાર રાજ્ય કક્ષાએ પોતાનો ડંકો વગાડ્યો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં મોરબી જિલ્લાએ સળંગ 4 થા વર્ષે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી એક નવો જ ઈતિહાસ રચ્યો છે.

મોરબી જિલ્લાની આ ગૌરવશાળી સિદ્ધિ બદલ મોરબી જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે. કમલેશ મોતાએ જણાવ્યું હતું કે મોરબીએ સતત 4 થા વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. આ ભવ્ય સફળતા માટે દિવસ-રાત જોયા વગર મહેનત કરી મોરબીનું નામ રોશન કરનાર વિદ્યાર્થી મિત્રો, તેમને અઘરા વિષયો સરળતાથી સમજાવનાર અને સતત પ્રેક્ટિસ કરાવનાર કર્મનિષ્ઠ શિક્ષકો, પ્રેરણા આપનાર આચાર્ય, ટ્રસ્ટીગણ, સંચાલકો અને સમસ્ત શિક્ષણ જગતને તેમણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ ઉચ્ચ પોસ્ટ પ્રાપ્ત કરી મોરબીનો ડંકો વગાડતા રહે તેવી શુભકામનાઓ આપી હતી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments