Monday, May 4, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiધો.12 સાયન્સમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત સમગ્ર રાજ્યમાં...

ધો.12 સાયન્સમાં 94.85% પરિણામ સાથે મોરબી જિલ્લો સતત ચોથી વખત સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે

મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું પરિણામ આજે 4 મે 2026 ના રોજ બોર્ડના અધ્યક્ષ મુકેશ પંડયા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા 26/02/2026 થી 16/03/2026 દરમિયાન લેવામાં આવી હતી. સમગ્ર રાજ્યનું નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 84.33% જાહેર થયું છે. રાજ્યના આ પરિણામમાં મોરબી જિલ્લાએ ઝળહળતું પ્રદર્શન કરીને 94.85% ના ઊંચા પરિણામ સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં સતત ચોથી વખત સૌથી વધુ પરિણામ ધરાવતા જિલ્લા તરીકે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

મોરબી જિલ્લાના પરિણામની આંકડાકીય માહિતી:

● મોરબી જિલ્લામાં કુલ 1849 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 1845 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
● પરીક્ષા આપનાર 1845 વિદ્યાર્થીઓમાંથી 1750 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર (E.Q.C.) એટલે કે ઉત્તીર્ણ થયા છે.
● જિલ્લામાં 27 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.
● અન્ય ગ્રેડની વાત કરીએ તો મોરબી જિલ્લામાં A2 માં 291, B1 માં 472, B2 માં 391, C1 માં 355, C2 માં 191 અને D ગ્રેડમાં 23 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
● જિલ્લામાં પરિણામ સુધારણા (Needs Improvement – N.I.) ની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 99 છે.

મોરબી જિલ્લાના કેન્દ્રવાર પરિણામની વિગતો:

● હળવદ કેન્દ્ર (3501) નું પરિણામ જિલ્લામાં સૌથી વધુ 98.43% આવ્યું છે, જ્યાં પરીક્ષા આપનાર 508 માંથી 500 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
● વાંકાનેર કેન્દ્ર (3503) નું પરિણામ 95.02% રહ્યું છે, જેમાં 301 માંથી 286 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
● મોરબી કેન્દ્ર (3502) નું પરિણામ 93.05% આવ્યું છે, જેમાં 1036 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 964 ઉત્તીર્ણ થયા છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments