Monday, May 11, 2026
No menu items!
Google search engine
ઘરUncategorizedમોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળામાં રવિવારે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ આરાધના યોજાઈ

મોરબીમાં જૈન પ્લોટ પૌષધ શાળામાં રવિવારે શ્રી મુનિસુવ્રત સ્વામીના જાપ આરાધના યોજાઈ

પૂ. આ. ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી તથા સાધુ સાધ્વીજીઓની નિશ્રામાં મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે તા. ૧૦-પ, રવિવારે પૂજ્ય વિવેકમુની મહારાજ સાહેબ દ્વારા સુંદર શૈલી માં  કરાવવા માં આવેલ અરિષ્ઠ નિવારક શનિગ્રહ ની સાધનામાં શનિદેવ પરિપૂજિત શ્રી મુનિસુવ્રત સ્વામી ની આરાધના કરવા માટે ભક્તિ – જાપમાં ૨૦૭ થી વધારે ભાઈઓ બહેનો બ્લેક કપડામાં આસન માળા સાથે જોડાયા હતા.

મોટી બીમારી, માનસિક પીડા, આર્થિક સમસ્યાઓ તેમજ વ્યાધિથી મુક્તિ મેળવવા ખુબજ ફળદાયક એવા શનિદેવના તથા મુનિસુવ્રત સ્વામીના મંત્ર જાપ નું સુંદર આયોજન કરવામાં આવેલ ત્યારબાદ ગુરૂદેવ દ્વારા માંગલિક કહેવામાં આવેલ અને દરેક ને રક્ષાપોટલી  પ્રભાવના રૂપે આપવામાં આવેલ.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments