Friday, May 15, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસીઓની જંગી આવક, જીરું રૂ.3775 સુધી પહોંચ્યું

મોરબી માર્કેટિંગ યાર્ડમાં કૃષિ જણસીઓની જંગી આવક, જીરું રૂ.3775 સુધી પહોંચ્યું

મોરબી માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા બજાર ભાવ મુજબ આજે યાર્ડમાં વિવિધ કૃષિ જણસીઓ અને શાકભાજીની સારી આવક નોંધાઈ હતી. ખેડૂત મિત્રો અને વેપારીઓ માટે જાહેર કરાયેલા પ્રતિ 20 કિલોના ઊંચા બજાર ભાવ મુજબ ઘઉંનો ભાવ રૂ. 539 સુધી બોલાયો હતો, જ્યારે જીરું રૂ. 3775 સુધી પહોંચ્યું હતું.

યાર્ડમાં કપાસના ભાવ રૂ. 1651, તલના રૂ. 2035, મગફળીના રૂ. 1360 અને સીંગદાણાના રૂ. 1550 સુધી નોંધાયા હતા. ઉપરાંત ચણાના રૂ. 1052, એરંડાના રૂ. 1270, કાળા તલના રૂ. 2900, ગુવારબીના રૂ. 1122, તુવેરના રૂ. 1430, રાયડાના રૂ. 1255 તથા સફેદચણાના રૂ. 1611 સુધી ભાવ બોલાયા હતા.

શાકભાજી વિભાગમાં પણ બજારમાં સારો વેપાર જોવા મળ્યો હતો. લીલા મરચાંના રૂ. 500, રીંગણાના રૂ. 300, કારેલાના રૂ. 400, ગુવારના રૂ. 500 તથા ભીંડાના રૂ. 440 સુધી ભાવ રહ્યા હતા. ટમેટાના રૂ. 560, કોબીજના રૂ. 200, કાકડીના રૂ. 300, લીંબુના રૂ. 2000, દુધીના રૂ. 200 અને સુકી ડુંગળીના રૂ. 320 સુધી ભાવ નોંધાયા હતા.

માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ પાકોની નોંધપાત્ર આવક થઈ હતી. જેમાં 1176 ક્વિન્ટલ ઘઉં, 30 ક્વિન્ટલ જીરું, 55 ક્વિન્ટલ એરંડા, 115 ક્વિન્ટલ ચણા, 70 ક્વિન્ટલ તુવેર અને 31 ક્વિન્ટલ સફેદચણાની આવક થઈ હતી. સાથે સાથે વિવિધ શાકભાજીની પણ મોટી માત્રામાં આવક થતા બજારમાં વેપાર ધમધમતો જોવા મળ્યો હતો.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments