મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશ વાસીઓને વિદેશ પ્રવાસ પર રોક લગાવવા વિનમ્ર અપીલ કરી છે, ત્યારે વડાપ્રધાનની આ અપીલને પગલે ઘણા લોકો પોતાનો વિદેશ પ્રવાસ રદ કરી રહ્યા છે. આ રીતે જ વડાપ્રધાનની અપીલ બાદ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રાએ પણ પોતાનો વિદેશ પ્રવાસ રદ કર્યો છે.
મોરબી જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા આવતીકાલે તારીખ 16 મેના રોજ કઝાકિસ્તાન પ્રવાસ માટે જવાના હતા. પરંતુ તેઓએ વડાપ્રધાનની અપીલને માન આપીને પોતાની આ વિદેશ પ્રવાસની મુલાકાત રદ કરી દીધી છે. આમ જેઠાભાઈ મીયાત્રાએ વડાપ્રધાનના આહવાનને સમર્થન આપ્યું છે.











