માળિયા તાલુકાના ધૂળકોટ ગામથી ઘાટીલા જતા રોડ પરથી દંપતી બાઈક લઈને જતું હતું ત્યારે પુરપાટ જતા છકડો રીક્ષાના ચાલકે બાઈકને ટક્કર મારી પછાડી દેતા બાઈક સવાર દંપતીને ઈજા પહોંચી હતી માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
હળવદ તાલુકાના સુરવદર ગામના રહેવાસી સંગીતાબેન મહેશભાઈ ગડેશીયાએ ગામમાં જ રહેતા આરોપી રજની બાબુભાઈ ધોરકળીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૨ ના રોજ ફરિયાદી સંગીતાબેન અને પતિ મહેશભાઈ બંને બાઈક જીજે ૩૬ એન ૨૬૭૯ લઈને ઘાટીલા ગામ જતા હતા ત્યારે સાંજના ધૂળકોટથી ઘાટીલા વચ્ચે મામાદેવ મંદિરથી થોડે દુર છકડો ચાલક રજનીભાઈ ધોરકળીયા પુરઝડપે ચલાવી આવતા બાઈક સાથે અકસ્માત કર્યો હતો જેથી ફરિયાદી સંગીતાબેન અને પતિ મહેશભાઈ પડી જતા બંનેને ઈજા પહોંચી હતી અકસ્માત કરી છ્કડો રીક્ષા ચાલક નાસી ગયો હતો માળિયા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે










