ઢુવા ચોકડીએ આવેલ દુકાનમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કરી પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મુકનાર ઈસમને પોલીસે ઝડપી લઈને ગેસના ખાલી અને ભરેલા બાટલા તેમજ અન્ય ચીજવસ્તુઓ સહીત ૪૩,૬૫૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઢુવા ચોકડી નજીક એ કે હોટેલ નીચે આવેલી દુકાનમાં આરોપી હનીફ હુશેન બાવરા (ઉ.વ.૪૭) રહે વાકીયા વાંકાનેર વાળો પોતાની દુકાનમાં કોમર્શીયલ ગેસના બાટલાઓ ગેરકાયદેસર રીતે રાખી અન્ય બાટલામાં નોઝલ વડે ગેસ રીફીલીંગ કરી પોતાની અને અન્યની જિંદગી જોખમમાં મુકાય તેમ જાણતો હોવા છતાં જ્વલ્લ્નશીલ પદાર્થ અંગે બેદરકારી દાખવી અગ્નિશામક સાધનો કે ફાયર સેફટી સાધનો નહિ રાખી આર્થિક લાભ મેળવવા માટે પોતાના કબ્જામાં કોમર્શીયલ ખાલી અને ભરેલા બાટલા નંગ ૧૩ કીમત રૂ ૨૨,૫૦૦ અને અન્ય કંપનીના ૧૨ ખાલી અને ભરેલા બાટલા તેમજ વજન કાંટો સહીત ૪૩,૬૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે











