Sunday, May 17, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીના વોર્ડ નં. 6 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાશે

મોરબીના વોર્ડ નં. 6 ના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ‘સરસ્વતી સન્માન સમારોહ’ યોજાશે

મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6 ના યુવા અને ઉત્સાહી કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યા દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે. વોર્ડ નંબર 6 માં રહેતા અને કેજી તેમજ ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે આગામી સમયમાં ભવ્ય “સરસ્વતી સન્માન સમારોહ” યોજવામાં આવશે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ ઉત્સાહ અને પ્રેરણા જાગૃત કરવાનો છે.

આ સન્માન સમારોહમાં ભાગ લેવા માટે વોર્ડ નંબર 6 ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ આગામી તા. 21/05/2026 થી તા. 15/06/2026 દરમિયાન પોતાના જરૂરી આધાર-પુરાવાઓ નિયત સ્થળોએ જમા કરાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ તેમજ આધારકાર્ડ (પોતાનું અથવા પિતાનું) ની નકલ સબમિટ કરવાની રહેશે. સાથે જ દરેક નકલની પાછળ પોતાનું સંપૂર્ણ સરનામું અને બે કાર્યરત મોબાઈલ નંબર લખવા અનિવાર્ય રાખવામાં આવ્યા છે.

ડોક્યુમેન્ટ્સ જમા કરાવવા માટે વોર્ડ વિસ્તારમાં વિવિધ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મહાલક્ષ્મી માતાજી મંદિર, બજાર લાઈન ખાતે હરીશભાઈ દવે (9978442821), હસમુખ પાન પાર્લર, ભાવની ચોક ખાતે આશિષભાઈ રાયગગલા (9898397288), ભગત કિરાણા સ્ટોર, કુબેરનાથ રોડ ખાતે સચીનભાઈ વોરા (9879880008), બી.કે.એસ. જવેલર્સ, સોની બજાર મેઈન રોડ ખાતે આશિષભાઈ વાગડીયા (9727377444), સાંકડી શેરી ગ્રીન ચોક પાસે અમુભાઈ દરજી (9724158907), મનોજ જવેલર્સ, સોની બજાર મેઈન રોડ ખાતે અમિતભાઈ પાટડીયા (8488906002) તેમજ જનતા સ્ટેશનરી, કુબેરનાથ મંદિર મેઈન રોડ ખાતે એડવોકેટ બિલાલભાઈ ખોલેરા (8460115928) નો સમાવેશ થાય છે. વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર એન્જિનિયર કેયુરભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને સમયમર્યાદામાં જરૂરી દસ્તાવેજો જમા કરાવી આ સરસ્વતી સન્માન સમારોહનો લાભ લેવા અપીલ કરી છે.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments