Thursday, June 25, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત 'કાયદા સલાહકાર'ની ભરતી કરાશે; 4 જુલાઈ...

મોરબી કલેક્ટર કચેરી ખાતે કરાર આધારિત ‘કાયદા સલાહકાર’ની ભરતી કરાશે; 4 જુલાઈ સુધીમાં અરજી કરવી

મોરબી : મોરબી કલેક્ટર કચેરી ખાતે 11 (અગિયાર) માસ માટે કરાર આધારિત ‘કાયદા સલાહકાર’ (લીગલ એડવાઈઝર)ની 1 જગ્યા ભરવા માટે લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. આ જગ્યા માટે સરકારના નિયમોનુસાર પ્રતિ માસ રૂ. 60000/- ફિક્સ વેતન ચૂકવવામાં આવશે.

આ ભરતી પ્રક્રિયા માટે અરજદારની ઉમર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખે 50 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. લાયકાત, શરતો અને નિયત અરજીપત્રકનો નમૂનો કલેક્ટર કચેરી-મોરબીની સત્તાવાર વેબસાઈટ https://morbi.gujarat.gov.in तथा https://morbi.nic.in પરથી ડાઉનલોડ કરી શકાશે. રૂબરૂ મુલાકાત અને અનુભવના આધારે પસંદગી પામેલા ઉમેદવારોએ ભાષા સજ્જતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે ભરેલી અરજી અને શૈક્ષણિક તેમજ અનુભવના પ્રમાણિત દસ્તાવેજો સાથે પોતાનું સીલબંધ કવર તા. 4/7/2026ના રોજ સાંજના 6:00 કલાક સુધીમાં ‘કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, મોરબી – 363641’ની રજીસ્ટ્રી શાખામાં રૂબરૂ અથવા આર.પી.એ.ડી.થી મોકલી આપવાનું રહેશે.

નિયત સમયમર્યાદા બાદ મળેલી કે અધૂરી વિગતોવાળી અરજીઓ રદ ગણવામાં આવશે. તેમજ ઇન્ટરવ્યૂ માટે પસંદ થયેલા ઉમેદવારોએ નિયત સમયે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે. તેમ મોરબીના નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર દ્વારા જણાવાયું છે.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments